વૃધ્ધ પેન્શન યોજના: ૬૦ વર્ષથી વધુ ઉંમરનાં વૃદ્ધને મળશે 1250 સુધીની સહાય

Vrudh Pension Yojana 2024 Update: Are You Looking for Vrudh Pension Yojana 2024? શું તમે વૃધ્ધ પેન્શન યોજના શોધી રહ્યા છો? તો તમારા માટે વૃદ્ધ સહાય યોજનાની પુરી જાણકારી લાવ્યા છીએ. Here we are providing Vrudh sahay Yojana.

વૃધ્ધ પેન્શન યોજના નો લાભ કોને મળશે ? કેવી રીતે લાભ મેળવી શકાશે? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડે? કેટલો લાભ એટલે કે સહાય મળે? તેની વિગતે માહિતી આ આર્ટિકલમાં આપવામાં આવી છે. જે નીચે મુજબ છે.

About of Vrudh Pension Yojana 2024

ગુજરાત સરકાર રાજ્યમાં રહેતા નિરાધાર વૃદ્ધો, નિરાધાર અપંગો, કે નિરાધાર વ્યકિતોને સમાજમાં સન્માનભેર જીવન જીવી શકે તેમજ તેમને આર્થિક રીતે મદદરૂપ થાય તે હેતુથી ઘણી બધી રાજ્ય સરકારની યોજનાઓ અમલી બનાવતી હોય છે જે અંતર્ગત રાજ્યમાં વર્ષ 1978 થી “નિરાધાર વૃધ્ધોને રાજ્ય સરકારની આર્થિક સહાય યોજના’ અમલમાં મૂકવામાં આવેલી છે.

Vrudh Pension Yojana Gujarat Highlight

યોજના નું નામ નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના
કોના દ્વારા શરૂ કરવામાં આવી ગુજરાત સરકાર દ્વારા
વિભાગ નિયામક સમાજ કલ્યાણ વિભાગ
લાભાર્થી ગુજરાત ના વૃદ્ધ નિરાધાર વ્યક્તિ
મળવાપાત્ર સહાય માસિક રૂપિયા 1000 ની સહાય
સત્તાવાર વેબસાઇટ https://sje.gujarat.gov.in
હેલ્પલાઈન નંબર 7923256309

આ પણ વાંચો,

IAS Interview Questions: છોકરીને પૂછવામાં આવ્યો પ્રશ્ન – તમે તમારી સલવાર નીચે શું પહેર્યું છે? છોકરીએ આપ્યો સોલિડ જવાબ..

વૃધ્ધ પેન્શન યોજનાનો લાભ માટે યોગ્યતા

નિયામક સમાજ સુરક્ષા ખાતા દ્વારા Niradhar Vruddho ane Niradhar Apango na Nibhav Mate Nanakiy Sahay માટે નીચે મુજબની પાત્રતા નક્કી કરેલ છે.

1. અરજદાર લાભાર્થીની ઉંમર ૬૦ (60) વર્ષથી કે તેથી વધુ હોવી જોઈએ.

2. અરજદારને 21 વર્ષ કે તેથી વધુ વયનો પુત્ર ન હોવો જોઈએ.

3. દિવ્યાંગ અરજદારની ઉંમર 45 વર્ષથી વધુ અને દિવ્યાંગતા 75 %થી વધુ હોવી જોઈએ.

4. લાભાર્થીનો જો પુત્ર 21 વર્ષનો હોય પણ માનસિક અસ્થિર હોય કે કેન્સર, ટી.બી જેવી ગંભીર માંદગીથી પીડાતો હોય તો નિરાધાર વૃદ્ધોને રાજ્ય સરકારની આર્થિક સહાય યોજનાનો લાભ મળવાપાત્ર થાય.

5. લાભાર્થી ઓછામાં ઓછા 10 (દસ) વર્ષથી વધુ ગુજરાત રાજ્યમાં કાયમી વસવાટ કરતા હોવા જોઈએ.

નિરાધાર વૃદ્ધ સહાય યોજનાનો લાભ લેવા માટે આવક મર્યાદા (Income Limit)

ગુજરાત સરકારના Niyamak Samaj Suraxa Khatu દ્વારા આવક મર્યાદા નક્કી કરેલ છે. આ યોજનાનો લાભ માટે લાભાર્થીની વાર્ષિક આવક શહેરી વિસ્તાર માટે 150000 (દોઢ લાખ રૂપિયા) અને ગ્રામ્ય વિસ્તાર માટે 120000 (એક લાખ વીસ હજાર) થી વધુ ન હોવી જોઈએ.

વૃદ્ધ સહાય યોજના માટેના ડોક્યમેન્‍ટ

આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ ઓનલાઈન અરજી તથા યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબના ડોક્યુમેન્‍ટ જરૂરી છે.

 • લાભાર્થીનો ઉંમર અંગેનો પુરાવો (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર-LC, જન્મનો દાખલો, મેડિકલ સર્ટિફિકેટ પૈકી કોઈપણ એક)
 • આવક અંગેનું પ્રમાણપત્ર (Income Certificate)
 • ગુજરાતમાં વસવાટ અંગેનું પ્રમાણપત્ર
 • રહેઠાણનો પુરાવો (રેશનકાર્ડ/વીજળી બિલ/આધારકાર્ડ/ચૂંટણીકાર્ડ પૈકી કોઈપણ એક)
 • આધારકાર્ડ (Aadhar card)
 • લાભાર્થી દિવ્યાંગ હોય તો દિવ્યાંગતાનું પ્રમાણપત્ર (સિવિલ સર્જનનું સર્ટિફિકેટ)
 • 21 વર્ષથી વધુ ઉંમરનો પુત્ર હોય, પરંતુ જો શારીરિક રીતે અપંગ હોય તો અપંગતાની ટકાવારી દર્શાવતું અસ્થિત વિષયક નિષ્ણાંત તબીબનું/TB કેન્‍સરથી પીડાતા હોય તો સિવિલ સર્જનનું પ્રમાણપત્ર અરજી સાથે રજૂ કરવું.
 • 21 વર્ષથી વધુ ઉંમરનો પુત્ર ન હોય તેનું પ્રમાણપત્ર
 • બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ

આ પણ વાંચો:

વૃદ્ધ પેન્શન સહાય માટે અરજી કેવી રીતે કરવી? – Vrudh Pension Yojana Gujarat Apply Online

 • Vrudh Pension Yojana Gujarat માટે અરજી કરવા માટે ફોર્મ તમને જિલ્લા કલેકટર કચેરી, તલાટી ની ઓફીસ અથવા ગ્રામ પંચાયતમાં મળી જશે.
 • નીચે આપેલી લીંક દ્વારા પણ તમે ઓનલાઈન ફોર્મ ડાઉનલોડ કરી શકો છો. Download Form
 • ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતમાં થી તમે ઓનલાઈન અરજી કરી શકો છો જેમાં VCE હશે તે તમને ઓનલાઈન અરજી કરી આપશે.
 • ઓનલાઇન ફોર્મ ભરી દીધા બાદ તમારે તે ભરાયેલ ફોમની પ્રિન્ટ કઢાવીને અરજી મામલતદાર ઓફિસમાં આપવાની રહેશે.
 • ત્યારબાદ તમારા બધા જ ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવશે અને ત્યાં ત્યારબાદ મંજુર અથવા ના મંજૂર કરવામાં આવશે તે માટે તમને મેસેજ આવી જશે.
 • જો તમારી અરજી મંજૂર થઈ જાય તો તમને તમારા ડાયરેક્ટ બેન્ક એકાઉન્ટમાં પૈસા જમા થવાનું ચાલુ થઈ જશે.
 • અને જો તમારી અરજી ના મંજૂર કરવામાં આવે તો તમે 60 દિવસની અંદર મામલતદાર કચેરીએ જઈને અપીલ કરી શકો છો.

Vrudh Pension Yojana Online helpline number

નિરાધાર વૃધ્ધ પેંશન યોજનાના ઓનલાઈન અરજી Digital Gujarat Portal પરથી કરવાની રહેશે. ઓનલાઈન અરજી બાબતે કોઈ સમસ્યા અને પ્રશ્ન હોય તો 7923256309 કોલ કરી શકાય છે.

Important Link 

વૃદ્ધ સહાય યોજના સત્તાવાર વેબસાઇટ https://sje.gujarat.gov.in
વૃદ્ધ સહાય યોજના ફોર્મ ડાઉનલોડ કરો
હેલ્પલાઈન નંબર 7923256309

FAQ’s Vrudh Pension Yojana

વૃદ્ધ પેન્શન યોજનામાં કેટલી સહાય મળે છે?

આ યોજનામાં ૬૦ થી ૭૯ વર્ષ સુધીના લાભાર્થીને 1000 હજાર અને ૮૦ થી વધુ ઉમરના લાભાર્થીને 1250 રુપીયા સહાય મળે છે.

વૃદ્ધ પેન્શન યોજનાની સત્તાવાર વેબસાઈટ કઈ છે?

સત્તાવાર વેબસાઇટ: https://sje.gujarat.gov.in

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને વૃધ્ધ પેન્શન યોજના। Vrudh Pension Yojana સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiAapo.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.