Sankat Mochan Yojana । રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના માં કુટુંબ દીઠ રૂપિયા 20,000/- ની સહાય આપવામાં આવે છે.

Sankat Mochan Yojana :-રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના । સંકટમોચન યોજના 2023 । Sankat Mochan Yojana form pdf । Gujarat Government yojana list 2023 । સંકટ મોચન, રાષ્ટ્રીય કુટુંબ યોજના ફોર્મ pdf | Sankat Mochan Yojana Application Form | Sankat Mochan Sahay Yojana Form Gujarat | નિયામક, સમાજ સુરક્ષા ગુજરાત સરકાર સંકટમોચન યોજના ફોર્મ pdf | રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના ફોર્મ | Rashtriya Kutumb Sahay Yojana Gujarat

ગુજરાત સરકાર નાગરિકોના કલ્યાણ માટે ઘણી બધી યોજનાઓ અમલી બનાવેલ છે. વિવિધ સરકારી વિભાગો દ્વારા અઢળક કલ્યાણકારી સરકારી યોજનાઓ બનાવેલ છે. ચાલો મિત્રો આજે આપણે સંકટ મોચન યોજના 2023 વિશે વિગતવાર માહિતી મેળવીશું.

Sankat Mochan Yojana

નિયામક સમાજ સુરક્ષા ખાતા દ્વારા આ યોજના બનાવેલ છે. આ યોજના હેઠળ ઘરમાંં કમાવનાર મુખ્ય વ્યક્તિ ગુજરી જાય ત્યારે આ સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ DBT દ્વારા સીધી સહાય ચૂકવવામાં આવે છે. Sankat Mochan Yojana 2023 અરજી કેવી રીતે કરી શકાય તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.

Highlight Point of Sankat Mochan Yojana

યોજનાનું નામ સંકટ મોચન યોજના । Sankat Mochan Yojana
આર્ટિકલની ભાષા ગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો હેતુ ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબના મુખ્ય કમાઉ વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે એમના ઘરના સભ્યોને આર્થિક મદદ માટે આ યોજના ચલાવવામાં આવે છે.
લાભાર્થી ગુજરાત રાજ્ય પાત્રતા ધરાવતા અરજદારો
મળવાપાત્ર સહાય આ યોજના હેઠળ એક વાર રૂપિયા 20,000/- ની સહાય આપવામાં આવે છે.
અધિકૃત વેબસાઈટ https://sje.gujarat.gov.in/
ઓનલાઈન અરજી માટે વેબસાઈટ https://www.digitalgujarat.gov.in/
અરજી કેવી રીતે કરવી? Online (જેમના SSO Login બનાવેલ છે, તેવા કર્મચારીઓ)
અરજી ક્યાં કરવી? લાભાર્થી દીકરીના ગ્રામ્ય પંચાયત ખાતે VCE પાસેથી અને તાલુકા મામલતદાર કચેરીમાં સમાજ સુરક્ષાના ઓપરેટર પાસે જઈને અરજી કરી શકાશે.
Sankat Mochan Yojana Form PDF Download Application Form

Sankat Mochan Yojana હેતુ

ગુજરાત સરકાર દ્વારા સમાજના આર્થિક રીતે નબળા વર્ગના લોકોની મદદરૂપ થવાના ઉદ્દેશ સાથે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાં સમાજ સુરક્ષા વિભાગ દ્વારા ગરીબી રેખા હેઠળ (BPL) જીવતા કુટુંબના મુખ્ય કમાઉ વ્યક્તિ કુદરતી કે અકસ્માતમાં મૃત્યું થાય અને આ અચાનક આવી પડેલી આફત/મુશ્કેલીવાળી પરિસ્થિતિમાં કુટુંબમાં આર્થિક સહાય આપીને મદદરૂપ થવાના હેતુસર સંકટ મોચન યોજના કે રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજના National Family Benefit Scheme (NFBS) ના નામે પણ ઓળખાય છે.

Sankat Mochan Yojana ની પાત્રતા

1. BPL (ગરીબી રેખા) હેઠળ 0 થી 20 નો સ્કોર ધરાવતા કુટુંબના મુખ્ય કમાઉ વ્યક્તિ (પુરુષ કે સ્ત્રી) નું કુદરતી રીતે કે અકસ્માતમાં મૃત્યુ થાય તો તેવા કુટુંબને સંકટ મોચન યોજનાનો લાભ મળવાપાત્ર થાય.

2. મૃત્યુ પામનાર સ્ત્રી કે પુરૂષની ઉંમર 18 વર્ષથી વધુ અને 60 વર્ષથી ઓછી હોવી જોઈએ.

3. સંકટ મોચન યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીએ અવસાન થયાના 2 વર્ષમાં અરજી કરવાની રહેશે.

Sankat Mochan Yojana માં સહાયની રકમ

સંકટ મોચન યોજના એટલે કે Rashtriya Kutumb Sahay Yojana Gujarat યોજના હેઠળ મુખ્ય કમાનારનું મૃત્યુ થતા કુટુંબને એક જ વખત રૂપિયા 20,000/- ની સહાય DBT (ડાયરેકટ બેનિફિટ ટ્રાન્સફર) દ્વારા સહાય ચૂકવવામાં આવે છે.

Sankat Mochan Yojana ની અરજી ક્યાં કરવી

ગુજરાત સરકારની યોજનાઓ માટે અરજી ક્યાં અને કેવી રીતે કરવી તે નક્કી થયેલ છે. તે રીતે How to Apply for Sankat Mochan Yojana કરવી તે પણ નક્કી થયેલ છે. આ યોજનામાં ઓનલાઈન અરજી કરવાની હોય છે.

ગુજરાત સરકાર દ્વારા Sankat Mochan Yojana Online કરવા માટે ગ્રામપંચાયત ખાતે Digital Gujarat Portal Website પરથી ઓનલાઈન અરજી કરવાની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે.

ગ્રામપંચાયત ખાતે VCE  પાસેથી ડિજિટલ ગુજરાત પોર્ટલ (Digital Gujarat login) પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. સંકટ મોચન યોજના હેઠળ લાભ લેવા માટે જે-તે ગ્રામ પંચાયત ખાતે VCE (Village Computer Entrepreneur) પાસેથી ડીજીટલ ગુજરાત પોર્ટલ (Digital Gujarat Portal) ઓનલાઈન અરજી કરવાની રહેશે.

તાલુકા મામલતદાર કચેરી ખાતે “સમાજ સુરક્ષા કચેરીના કોમ્પ્યુટર ઓપરેટર” પાસે Digital Gujarat Portal પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

Sankat Mochan Yojanaની અરજી મંજૂર કરવાની સત્તા કોને છે?

સંકટ મોચન યોજના અંતર્ગત અરજદારની અરજી મળ્યા બાદ જરૂરી ચકાસણી કર્યા બાદ મંજુર/નામંજુર કરવાની સત્તા જે તે વિસ્તારના મામલતદારશ્રી પાસે છે.

Sankat Mochan Yojana માટેના ડોક્યુમેન્ટ

રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ હેઠળની રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના અંતર્ગત ગરીબી રેખા હેઠળ નોંધાયેલા (બી.પી.એલ.) લાભાર્થી લાભ મળે છે. જેમની ઉંમર 18 વર્ષથી વધુ હોય અને 60 વર્ષથી ઓછી હોય તેવા મુખ્ય કમાનાર સ્ત્રી/પુરુષનું અવસાન થાય તો આ યોજનાની સહાય મળવાપાત્ર થાય છે. સંકટ મોચન યોજના યોજનાનો લાભ લેવા માટે Required Document for Gujarat Sankat Mochan Yojana 2021 નીચે મુજબ આપેલા છે.

1. મુખ્ય કમાનાર (સ્ત્રી/પુરુષ) મરણ દાખલો

2. અરજદારનું (સ્ત્રી/પુરુષ)નું આધારકાર્ડ

3. રહેઠાણ સંબંધિત કોઈપણ એક પુરાવો (ચૂંટણીકાર્ડ/રેશનકાર્ડ વગેરે)

4. લાભાર્થીની બેંક એકાઉન્ટની પાસબુક

5. અરજદાર BPL લાભાર્થી હોવા અંગેનો દાખલો

6. કુંટુબના મુખ્ય કમાનાર વ્યકિતનો જન્મનો દાખલો/ઉંમર અંગેનો દાખલો

Sankat Mochan Yojana બાબતે વિશેષ નોંધ

  • BPL સ્કોર માટેનું પ્રમાણપત્ર જે લાભાર્થીઓ ગ્રામીણ ક્ષેત્રના લાભાર્થીઓ માટે કેન્‍દ્ર સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલયની માર્ગદર્શક અનુસાર સરકાર દ્વારા સામાજિક અને આર્થિક સર્વેક્ષણના આધારે તૈયાર કરવામાં આવેલ BPL (ગરીબી રેખા નીચેની યાદી)માં સમાવેશ થતાં લાભાર્થીઓ અને શહેરી વિસ્તારના લાભાર્થીઓ માટે કેન્‍દ્ર સરકારના અર્બન હાઉસિંગ એન્‍ડ પોવર્ટી એલિવીએશન મંત્રાલય તૈયાર કરેલ યાદીમાં સમાવેશ લાભાર્થીઓ
  • જે તે વિસ્તારના મામલતદારશ્રી દ્વારા સંકટ મોચન યોજના (રાષ્ટ્રીય કુટુંબ સહાય) ની અરજી નામંજુર આદેશ કરવામાં આવે તો તેની સામે 60 દિવસમાં તો સંબધિત પ્રાંત અધિકારીશ્રીને અપીલ કરી શકાશે.
  • સંકટ મોચન યોજના અંતર્ગત કુદરતી કે અકસ્માતે મૃત્યુ પામનાર કુટુંબને માત્ર એકવાર રૂપિયા. 20000/- (વીસ હજાર)ની સહાય મળવાપાત્ર થાય છે.
Important Links
Sankat Mochan Yojana Gujarat PDF Form Click Here
Official Website Click Here
વધુ માહિતી માટે  Click Here

FAQ’s Sankat Mochan Yojana

સંકટ મોચન યોજના ક્યાં વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે?

ગુજરાત રાજ્યના નિયામક સમાજ સુરક્ષા વિભાગ દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે.

Sankat Mochan Yojana માં કેટલી સહાય મળે?

લાભાર્થીઓને એક વાર રૂ. 20,000/- ની સહાય  આ યોજના હેઠળ મળે.

સંકટ મોચન યોજનાનો લાભ લેવા અરજી કેવી રીતે કરવાની હોય છે?

લાભાર્થીઓએ પોતાના ગ્રામના VCE પાસેથી તથા તાલુકા મામલતદાર કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટર પાસેથી ઓનલાઇન અરજી કરવાની હોય છે.

આ યોજનાનો લાભ કોને મળે?

કુટુંબમાં મૃત્યુ પામનાર સ્ત્રી કે પુરુષની ઉંમર 18 વર્ષથી વધુ અને 60 વર્ષથી ઓછી હોવી જોઈએ તથા BPL હેઠળ 0 થી 20 નો સ્કોર ધરાવતા કુટુંબવાળા મળવાપાત્ર થશે.

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને Sankat Mochan Yojna સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiAapo.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.