Keys to increase milk production 2024 : પશુઓને ખવડાવો આ ચારો દૂધમાં થશે ખુબ સારો વધારો.

Keys to increase milk production 2024 : પશુઓમાં દૂધ ઉત્પાદન વધારવા માટે, પશુપાલકો ઘણા પગલાં લે છે, પરંતુ સામાન્ય રીતે પશુઓનું દૂધ ઉત્પાદન પણ વધારી શકાય છે. પ્રાણીઓનું દૂધ તેમની ખાવાની ટેવ પર આધારિત છે. પશુઓને જેટલો વધુ ઘાસચારો અને પોષક તત્વો આપવામાં આવશે તેટલું વધુ દૂધનું ઉત્પાદન થશે. જે લોકો મોટા પાયે ડેરી ફાર્મિંગ અને પશુપાલન ઈચ્છે છે અથવા કરે છે. તેમના માટે પ્રાણીઓની સંભાળ અને પશુ આરોગ્ય વિશે જાણકારી હોવી જરૂરી છે.

Keys to increase milk production 2024 : પશુઓમાં દૂધ ઉત્પાદન પણ ચારા અને પોષક તત્વો પર આધાર રાખે છે. માત્ર લીલો ચારો ખીલવાથી પશુઓમાં દૂધ ઉત્પાદન વધતું નથી. કઠોળ અને કઠોળ સિવાયના મિશ્રણનો પણ પશુઓના આહારમાં સમાવેશ કરવો જોઈએ જેથી પોષક તત્વોની ઉણપની ભરપાઈ થાય. જેઓ દૂધાળા પશુઓ છે તેમને અનાજ આપવું જોઈએ. તમે તેમાં બ્રાન, કેક વગેરે મિક્સ કરી શકો છો. પ્રાણીઓના આહારમાં જો અનાજનો એક ભાગ કેક, એક ભાગ અનાજ અને એક ભાગ બ્રાન હોય તો તે સંતુલિત અને સસ્તું રહે છે. અનાજમાં 2 ટકા ખનિજ ક્ષાર અને 1 ટકા મીઠું હોવું ખૂબ જ જરૂરી છે.

દૂધ ઉત્પાદન વધારવા માટે પશુઓને ઈન્જેક્શન કે દવાઓ આપવી એ ખોટું છે

ઘણા પશુપાલકો એવા છે કે જેઓ પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતા વધારવા માટે પશુઓને ઈન્જેક્શન અને વિવિધ પ્રકારની દવાઓ આપે છે, પરંતુ તેમને કોઈ ખાસ પરિણામ મળતું નથી. પરંતુ પશુઓના સ્વાસ્થ્ય પર તેની ખૂબ જ ખરાબ અસર પડે છે. આ ઉપરાંત જે લોકો તે પશુનું દૂધ પીવે છે તેમના સ્વાસ્થ્ય માટે પણ તે ખૂબ જ જોખમી છે. આ બધા સિવાય આયુર્વેદિક ઉપચાર પ્રાણીઓ તેમજ મનુષ્યો માટે સલામત છે. અને તેમાં પૈસા પણ ઓછા પડે છે. ચાલો જોઈએ કે ઘરેલું સ્તરે પ્રાણીઓનું દૂધ ઉત્પાદન કેવી રીતે વધારી શકાય.

આ પણ વાંચો : 

Area Calculator 2024 : જાણો ,વધુ જટિલ આકારોના ક્ષેત્રફળનું અંદાજ કેવી રીતે કાઢી શકાય ?

કઠોળ ચારા વ્યવસ્થાપન

પશુઓમાં દૂધ ઉત્પાદન વધારવા માટે ઓછામાં ઓછા 20 દિવસ સુધી સંતુલિત ચારો આપવો જરૂરી છે. દરરોજ 20 કિલો ઘાસચારો જે સંપૂર્ણપણે સંતુલિત છે. જેમાં લીલો ચારો, અનાજ અને અન્ય સંતુલિત તત્વોનો સમાવેશ થવો જોઈએ અને સૂકો ચારો પણ આપવો જોઈએ. આ માટે તમે લીલો ચારો, 4 થી 5 કિલો સૂકો ચારો અને 2 થી 3 કિલો અનાજ અને કઠોળ ભેળવીને પશુઓને ખવડાવી શકો છો. 20 થી 22 દિવસમાં તમે પશુની દૂધ ઉત્પાદન ક્ષમતામાં વધારો જોવાનું શરૂ કરશો.

જો શક્ય હોય તો, પ્રાણીઓને બરસીમ અથવા અન્ય કઠોળના ચારા સાથે મિશ્રિત સ્ટ્રો આપવાનું વધુ સારું છે. આ સાથે ઘાસચારાના જથ્થા પર પણ ધ્યાન આપવું જરૂરી છે. જે પશુઓ ઓછું દૂધ આપતા હોય તેમને ઓછા ઘાસચારાની જરૂર પડે છે જ્યારે વધુ દૂધ આપતાં પશુઓને વધુ ચારાની જરૂર પડે છે. લીલો ચારો પશુ આહારમાં ભેળવી શકાય છે. લીલા ચારા અથવા સૂકા ચારા સાથે ખનિજો અને કેલ્શિયમની પૂર્તિ કરવા માટે, પશુ ચિકિત્સકોની સલાહ લીધા બાદ પશુઓને ચારાની સાથે પ્રો પાવડર, મિલ્ક બૂસ્ટર, મિલ્કગેઈન વગેરે ખવડાવી શકાય છે.

દૂધાળ પશુના દૈનિક કામકાજમાં નિયમિતતા । Keys to increase milk production 2024

દૂધાળ પશુને જે પ્રકારની ટેવ પાડવામાં આવે તે પ્રકારની ટેવ ટેવાયેલાં હોય છે. માટે દૈનિક દૂધ ઉત્પાદનમાં અવળી અસર ન થાય તે પ્રકારની ટેવો પાડવી અત્યંત જરૂરી છે. પશુની દેખરેખમાં વિવિધ કાર્યો પ્રત્યે પશુપાલકે ધ્યાન રાખવાનું હોય છે જેવા કે પશુને દાણ મૂકવું, ઘાસચારો નીરવો, ચરવા કે ફરવા લઈ જવાં, હાથીયો કરવો, બે વાર દોહન કરવું, કસરત, દિવસમાં ત્રણ કે ચાર વખત પાણી પાવું વગેરે.

આ બધાં કાર્યો માટે ચોક્કસ સમય ફાળવવો અને આપણી અનુકૂળતા પ્રમાણે રોજ જે તે સમયે અવશ્ય નિયમિતપણે કાર્યો કરવાં જોઈએ. કોઈ કારણસર પશુપાલકને બહારગામ જવાનું થાય ત્યારે આ કાર્યો નિયત સમયે થાય તે માટેની સઘળી વ્યવસ્થા અગાઉથી ગોઠવીને જવું જોઈએ. નિયમિત રીતે આ કાર્યો કરવામાં આવે તો દૂધ ઉત્પાદનમાં વધારો થાય છે. પણ આ નિયત કાર્યક્રમાં અનિયમિતતાની માઠી અસર તરત જ દુધાળ પશુના દૂધ ઉત્પાદન ઉપર પડે છે. આથી ચુસ્તપણે નિયત કાર્યક્રમને વળગી રહીને તેનું સમયસર પાલન કરવું જોઈએ જે પશુપાલકની મૂળભૂત ફરજ છે.

પશુ સાથેના વ્યવહારમાં માયાળુ વર્તન

એક સામાન્ય નિયમ અનુસાર તો બધા જ પશુઓ સાથે માયાળુ વ્યવહાર અવશ્ય રાખવો જરૂરી છે.પણ દૂધાળા પશુઓ જેવા કે ગાય ભેસ તરફ સવિશેષપણે અને સભાનપણે ખાસ ધ્યાન રાખીને માયાળુ સ્વભાવથી વર્તાવ કરવો અત્યંત જરૂરી છે. દૂધાળ પશુના દોહન કાર્ય સમયે મોટા અવાજે બોલવું નહિ. પશુને મારવું નહિ આ પ્રમાણે વર્તાવ રાખવામાં આવશે તો દૂધ ઉત્પાદનમાં વધારો થશે. પણ આ બાબતો ધ્યાનમાં નહિ લેવામાં આવે તો દોહન કાર્ય વખતે દૂધ ઉત્પાદન પર માઠી અસર પડશે જેથી દૂધ ઉત્પાદનમાં ઘટાડો થશે. આથી દૂધાળ પશુઓને પ્રેમથી બોલાવવા, પીઠ થાબડવી, પંપાળવા અને અમી નજરથી પશુને નિહાળવું જોઈએ. માલિકની અમી નજરથી પશુનું દૂધ ઉત્પાદન વધે છે, માટે દુધાળ પશુ પ્રત્યે માયાળુ સ્વભાવ રાખવો જોઈએ.

દાણ । Keys to increase milk production 2024

પુષ્ઠ વયના દૂધાળ ગાય-ભેંસને બે મુખ્ય હેતુઓ માટે પોષક તત્વોની ખોરાકની જરૂર પડે છે. પોષક તત્વો જેવા કે નલિ પદાર્થ પ્રોટીન), મંદાવાળા પદાર્થ, તૈલી પદાર્થ, રેષાવાળા પદાર્થ, ખનીજ સારો અને પ્રજીવકોની જરૂરિયાત રહે છે જે ઘાસચારામાંથી અને સુમિશ્રિત દાણમાંથી પૂરા પાડવા જોઈએ. દા. મુખ્યત્વે બે હેતુઓ માટે આપવામાં આવે છે.

  1. શરીરના નિભાવ માટે અને
  2. દૂધ ઉત્પાદન માટે.

ઉપર જોઈ ગયા તે પ્રમાણે ઊંચી ગુણવત્તા ધરાવતો ઘાસચારો દૂધાળ ગાય-ભેંસને આપવામાં આવે તો શરીરના નિભાવ માટે જરૂરી તત્વો એમને માત્ર ધાસચારામાંથી જ મળી રહે છે. આથી નિભાવ માટે દાણા આપવાની જરૂર પડતી નથી. પણ જે ઘાસચારો કંલકી કે મધ્યમ કક્ષાનો હોય તો શરીરના નિભાવ માટે દૂધાળ પશુ દીઠ રોજનું ૧.૫ થી ૨ કિલોગ્રામ સુમિશ્રિત દાણ ખવડાવવું જરૂરી છે. આ ઉપરાંત વધારામાં દૂધ ઉત્પાદન માટે દૂધાળ ગાય-ભેંસને દૂધ ઉત્પાદનના ૪૦ થી પ૦ ટકા પ્રમાણે સુમિતિ દાણા આપવું જોઈએ. વાછરડા-પાડાને ધવડાવીને ઉછેરવામાં આવતાં હોય તો એ જે દૂધ ધાવી જાય તેનો અંદાજ નક્કી કરી તેને જે દૂધ દોહીને કાઢતાં હોઈએ તેમાં ઉમેરી રોજ કેટલું દૂધ દુધાળ પશુ ખરેખર પેદા કરે છે તે ગણવું અને આ કુલ દૂધ ઉત્પાદન અનુસાર સુમિશ્રિત દાણ આપવાની ગણતરી કરવી.

પશુના દૈનિક ખોરાક માટેની જાણકારી

કુદરતે પશુનો ખોરાક ઘાસચારો સર્જયો છે  પણ આપણે આપણી જરૂરિયાત માટે ગાય-ભેંસ પાળવા માંડી અને જરૂરી ખોરાક આપવાના શરૂ કર્યો ત્યારથી એના દૂધ ઉત્પાદનમાં ઉત્તરોત્તર અકુદરતી રીતે વધારો થયો પણ દૂધ ઉત્પાદન માટે જે પોષક તત્વોની એને જરૂર પડે છે, તે માત્ર ઘાસચારામાંથી મળી શક્તા નથી. આથી ઘાસચારા ઉપરાંત પશુને દાણા પણ આપવું પડે છે. આથી દૂધાળાં પશુને સારી ગુણવત્તાવાળો ઘાસચારો પેટ ભરાય તેટલો આપવો અને આ ઘાસચારામાંથી જે પોષક તત્વો મળે તે કરતાં વધારના જે તત્વો જોઈએ તે દાણ આપીને તે મારફતે પૂરી પાડવી.

દૂધાળ ગાય-ભેંસને ધાસચારાની ગુણવત્તા અનુસાર એમના શરીરના ૧.૫ ટકા થી ૩.૦ ટકા જેટલો સૂકો ઘાસચારો સામાન્ય રીતે ખાઈ શકે છે હલકી ગુણવત્તાવાળો ઘાસચારો ઓછો ખાય અને ઊંચી ગુણવત્તાવાળો ઘાસચારો વધુ પ્રમાણમાં ખાય છે. સામાન્ય રીતે પશુને મધ્યમ કક્ષાનો ઘાસચારો નિરવામાં આવે તો તેઓ તેમના શરીરના વજનના ૨.૫ ટકા લેખે ખાય છે. પણ આ રીતે ઘાસચારાની ગણાત્રી કરતાં ઘાસચારાની જે જરૂરિયાત હોય તેના ત્રીજા ભાગનો ઘાસચારો લીલા ચારાના કે સાઈલેજના રૂપમા આપવો જોઈએ. કારણ કે લીલા ઘાસચારામાં મુખ્ય પૌષ્ટિક તત્વો ઉપરાંત ‘અજાણા તત્ત્વો’ રહેલા હોય છે જે દૂધાળ પશુના દૂધ ઉત્પાદનમાં વધારો કરે છે.

જો સારી ગુણવત્તાવાળો કઠોળ વર્ગનો ઘાસચારો અથવા ધાન્ય વર્ગનો ઘાસચારો દુધાળ ગાય-ભેંસને છૂટથી ખવડાવવામાં આવે અથવા આ બ વર્ગના ઘાસચારાનું ૨-૩ના પ્રમાણમાં મિશ્ર કરીને છૂટથી ખવડાવવામાં આવે તે ઈચછનીય છે. આવા ઘાસચારામાંથી કેલ્શિયમ, ફોસ્ફરસ, પ્રોટીન વિટામિન્સ વગેરે મળી રહે છે. આ પ્રકારની ઉચ્ચ ગુણવત્તાવાળો ઘાસચારો છૂટથી દુધાળ પશુઓને ખવડાવવામાં આવે ત્યારે દુધાળ પશુના નિભાવ માટે ૧.૫ થી ૨ કિલોગ્રામ દારી આપવાની જરૂરિયાત રહેતી નથી.

ખનીજ પદાર્થો

દૂધાળ ગાય-ભેંસને ચૂનો (કેશિયમ, ફોસ્ફરસ, સોડિયમ, પોટેશિયમ જેવા ખનીજ પદાર્થોની મોટી માત્રામાં અને લોહ, તાંબુ, કોબાલ્ટ, આયોડિન જેવા ખનીજ પદાર્થોની અલ્પ માત્રામાં જરૂર પડે છે. પણ જો કોઈ ખાસ પ્રદેશની જમીન કોઈ ખાસ ખનીજ પદાર્થની ઉણપ ધરાવતી ન હોય તો દૂધાળ પશુને કેશ્યમ ચૂિનો, ફોસ્ફરસ તથા સોડિયમ જેવા તત્વો સિવાય અન્ય તત્વો જરૂરી પ્રમાણમાં એમને કુદરતી ખોરાકમાંથી જ મળી રહે છે. આથી દૂધાળ પશુને માથાદીઠ ૩૦ ગ્રામ મીઠું દાણામાં ભેળવીને આપવું જરૂરી છે. આ ઉપરાંત ૩૦ આમ સારમિશ્રણ અગર તેટલાં જ પડ્યેલાં હાડકાંનો ભૂકો (બોનમીલ) આપવો જોઈએ. જો શક્ય હોય તો બજારમાં તૈયાર મળતી ચાટરાઈટ (કેટલ લીક) પશુની ગમાણમાં મુવી જેથી પશુ ચાટીને તેમાંથી જોઈતા ખનીજ તત્વો મેળવી શકે.

દુગ્ધ દોહન અને સ્વચ્છ દૂધ ઉત્પાદન । Keys to increase milk production 2024

પશુ વ્યવસ્થાના દરેક કાર્યોમાં દોહવાની રીત સૌથી મહત્ત્વની છે. દોહવું એ એક કળા છે જે કળાને હસ્તગત કરવા માટે જ્ઞાન કરતાં મહીવરાની વધુ જરૂર છે એટલે ખૂબ ચીવટ અને આવડત માંગે તેવું કામ છે. દોહવાનું બરાબર રીતે થાય તો આકને તંદુરસ્ત અને કાર્યક્ષમ હાલમાં લાંબો વખત જાળવી શકાય છે. દોહવામાં ભૂલ થાય તો દૂધ ઘટે છે. દોહન કાર્ય ઝડપથી અને દૂધાળ પશુને અનુકૂળ રહે તે પ્રમાણ ૩ થી ૮ મિનિટમાં પૂરું કરવું જોઈએ.

દોહવાની રીતો

દોહવાની મુખ્ય ત્રણ રીતો છે.

અંગૂઠો વાળીને મૂઠીની મદદથી દોહવું

આ. રીતમાં ગાય-ભેંસના આંચળને મૂઠીના વચમાંથી અંગૂઠાને અને આંગળીઓની વચમાં પડવામાં આવે છે. પછી આંચળ દબાવીને મૂકીને ઉપરની નીચે સુધી આંચળ ઉપર સરકાવવામાં આવે છે. આ ક્રિયાનું વારંવાર પુનરાવર્તન કરવામાં આવે છે. આ રીતે દોહવાથી આંચળ ઉપર ઘણું ઘર્ષણ થાય છે અને કેટલીક વાર નખે વાગવાથી આંચળને ઈજા થાય છે, અને આંચળ નબળા થઈ જાય છે તથા બોટલ આકારના થઈ જાય છે. માઈટીસ રોગ લાગુ પડે છે અને આંચળ ગુમાવવો પડે છે. આ કારણને લીધે આ રીત વાપરવી સહેજપણ ઇચ્છનીય નથી.

આંગળીઓ અને હથેળીની મદદથી દોહવાની રીત

આ રીતે દોહતી વખતે આંચળને હથેળીની વચમાં પકડવામાં આવે છે અને મૂઠી ઉઘાડ બંધ કરીને ઝડપથી ઉપર નીચે તરફ દબાણ આપીને આંચળને નીચોવવામાં આવે છે એટલે વારંવાર મૂઠી ઉઘાડ બંધ કરીને આગળ ખૂબ ખેંચ્યા વિના દોકવામાં આવે છે. આ રીતમાં મૂકીને આંચળ પર સરકવી ન પડતી હોવાથી ઘર્ષણ ઘણું ઓછું લાગે છે અને આંચળને ઈજા પહોંચતી નથી માટે આ દોહવાની ઉત્તમ રીત છે.

ચપટીથી દોહવાની રીત

પ્રથમ બે આંગળી અને અંગૂઠાની વચમાં ચળ પકડીને દોહવામાં આવે છે. નાના આંચળવાળા પશુઓ તથા પહેલ વેતરી ગાયભેંસને બીજી રીતથી દોહી શકાતી નથી તેથી આ રીતે દોહવું પડે છે.

સ્વચ્છ દૂધ ઉત્પાદન

જે દૂધ તંદુરસ્ત પશુના આઉમાંથી દોહવામાં આવ્યું હોય અને જેમાં દેખીતો ક્યો, વાળ, છારા કે રજ ન હોય, તેમાંથી ખાટી કે ખરી વાસ આવતી ન હોય એવા જેમાં રોગજન્ય જીવાણું ફુગ કે વાયરસ ન હોય તેવા દૂધને સ્વછ દૂધ કહેવાય.

સ્વચ્છ દૂધના ફાયદાઓ

સ્વચ્છ દૂધના ઉત્પાદનથી દૂધ ઉત્પન્ન કરનાર, તેનો ધંધો કે વિતરણ કરનાર અને તેને વાપરનાર ત્રણેયને ફાયદો થાય છે.

  • સ્વચ્છ દૂધમાં રોગજન્યજીવાણુંઓ હોતા નથી અથવા ઓછાં હોય છે એટલે તેને વાપરવાથી તંદુરસ્તીને હાનિ પહોંચતી નથી અને દૂધના આહાર તરીકેના બધા ફાયદા ઉઠાવી શકાય છે.
  • સ્વચ્છ દૂધ ઉત્પન્ન કરવાથી ઉત્પાદકની આબરૂ વધે છે. તેના દૂધની માંગ વધે છે એટલે મારે વધારો મેળવી શકે છે.

સ્વરછ દૂધ ઉત્પાદન કરવાના અગત્યના મુદ્દાઓ :

  • દૂધાળ પશુઓ તદ્ર નિરોગી હોવા જોઈએ કારણ કે પશુઓના કેટલાક રોગના જીવાણુંઓ દૂધમાં આવે છે અને તે દ્વારા રોગનો ફેલાવો થતો હોય છે. દા.ત. આ3ના ટી.બી.ના જીવાણુંઓ.
  • દોહન માટેની કોઢ સ્વચ્છ રાખવી જોઈએ.
  • દૂધના દોહન અને સંગ્રહ માટેના વાસણો જેવા કે ડોલ, પવાલી, કેન, ગરણી વગેરે સ્વચ જોઈએ.
  • દુગ્ધ દોહન કરનાર શ્રી યા પુરુષ પશુપાલકે સ્વચ્છ કપડાં પહેરવાં જોઈએ અને સ્વચ્છતા જાળવવી જોઈએ. તેમના હાથના નખ કાપેલા હોવા જોઈએ અને દોહન કાર્ય વખતે માથું ઢાકેલું રાખવું જોઈએ.
  • દોહવાનો એક કલાક રહે ત્યાર પછી પશુને હાથીયો કરવો નહીં.
  • દૂધ દોહતા પહેલા પશુના આઉં અને આંચળ હૂંફાળા કલોરિનના અથવા હૂંફાળા પોટેશ્યમ પરમેંગેનેટના દ્રાવણથી ધોવા જોઈએ. ત્યારબાદ ચોખ્ખા કપડાના ટુકડા કે નેપકીન વડે આઉ અને આંચળને લૂછીને કોરા કરી નાખવા જોઈએ.
  • પાને મૂક્યા પછી શરૂઆતના દોહનની ત્રણ ચાર શેડ અલગ વાસણમાં લઈ નિકાલ કરવો કારણ કે શરૂઆતના દૂધની શેડમાં નુકસાનકારક સૂક્ષ્મ જીવાણુંઓની સંખ્યા વિશેષ હોય છે. જેથી દૂધ બગડી જવાનો સંભવ રહે છે માટે જ ત્યાર પછીના શેડોનું દૂધ વાસણામાં ભેગું કરવું.
  • દોહન સ્થાનની આજુબાજુનો વિસ્તાર શાંત અને  ઘોંઘાટ રહિત હોવો જોઈએ તથા અજાણી વ્યક્તિને દોહનક્રિયા વખતે કોઢ પાસે બોલાવવી જોઈએ નહી. આ ઉપરાંત કૂતરાનું ભસવું વગેરે બાબતોથી દૂધના ઉત્પાદનમાં ઘટાડો થાય છે.
  • દૂધને સ્વરછ વાસણમાં દોહી લીધા પછી તરત જ તેને દૂધઘરમાં પહોંચાડવું જોઈએ યા દૂધ મંડળીએ દૂધ ભરવા જવું જોઈએ.
  • દોહન કાર્ય પૂરું થયા પછી વાસણોને ગરમ પાણી અને સોડાથી સાફ કરી નાંખીને નિતરવા માટે મૂકવા જોઈએ.

રહેઠાણ

દૂધાળ પશુને એવી રીતે રાખવા જોઈએ કે જેથી એમને કુદરતી પરિબળો-કંડી, ગરમી, પવન, વરસાદ વગેરે સામે પૂરતું રક્ષણ મળી રહે અને એ આરામથી રહી શકે. એમનાં રહેઠાણ સ્વચ્છ, ભેજ વિનાનાં, પરોપજીવી જંતુ, જુવા, ઈતરડી વગેરે ભરાઈ ન રહે તેવા હેવા ઉજાસવાળા હોવા જોઈએ.

દૂધાળ પશુને વસુકાવવું

દુધાળ ગાય-ભેંસ વિયાયા પછી દૂધ ઉત્પાદનનો પ્રવાહ બાવલાના અંદરના ભાગમાં રાત દિવસ એક ધાર્યો ચાલ્યા કરે છે અને આ પ્રક્રિયા દસ માસ સુધી ચાલુ રહે છે નીચે દર્શાવેલ કારણોને લીધે દોઢ થી અઢી માસ જેટલો સમય દૂધાળા પશુને વસુકી નાખી આરામ આપવો જોઈએ.

દૂધાળા પશુને વસુકી નાખવા માટેના કારણો

  • દૂધ ઉત્પાદન આપતા અવયોને દોઢ થી અઢી માસ આરામ આપવા માટે
  • પશુને આપવામાં આવતો ખોરાક દૂધ ઉત્પાદનના બદલે ભાવિ બચ્ચાના શરીરના વિકાસ માટે વપરાય તે માટે
  • વિયાણ પહેલાં દૂધાળા પશુના શરીર ઉપર ચરબી જમાવવા માટે.
  • દૂધ ઉત્પાદન દરમ્યાન વપરાઈ ગયેલ પોષક તત્વો અને સારો પાછા મેળવવા માટે
  • નવા વેતરમાં વધારે દૂધ ઉત્પાદન મેળવવા માટે ઉપરોક્ત હેતુઓ સિદ્ધ કરવા માટે જે પશુને વિયાએ દસ માસ થઈ ગયાં હોય અને જે સાત માસનું સગભાં હોય તેના આઉમાં દૂધ નિમરા બંધ કરાવવાની ક્રિયાને વસુકાવવું કહે છે. આ માટે પશુ તેના દૂધ ઉત્પાદન અનુસાર દોઢ થી માંડી અઢી માસ જેટલો આરામ-વસુકેલા દિવસો મળે તો તે પૂરતું છું.

દૂધાળ પશુઓને વસુકાવવાની પદ્ધતિઓ

  • અધુરું દોહવું
  • આંતરે દિવસે દોહવું.
  • એકાએક દૂધ દોહવું બંધ કરવું.

આ ત્રણ પદ્ધતિમાંથી ગમે તે રીતે દૂધાળ પશુને વસુકાવવામાં આવે પણ વસુકતા પશુને સૌ પ્રથમ લીલો ચારો અથવા સાયલેજ અને દાણ આપવાનું બંધ કરવાથી વસુકાવવાનું કામ સરળ બને છે. સૂકું ઘાસ પણ હલકી અને જે આપતા હોઈએ તેનાથી અડધુ અથવા પોણા ભાગનું જ આપવું. જે વાછરડી-પાડી-ધાવતી હોય તો વસુક્તા પશુને એના ભેગું ન થવા દેવું. આમ કરવાથી ઢોર જલ્દી વસુકે છે. આ ત્રણેય રીતોમાં છેલ્લા દોહન પછી આંચળ ધોઈને કોલોડીયનમાં બોળવા. આમ કરવાથી આંચળની નળીકાનો છેલ્લો ભાગ બંધ થઈ જશે જેથી જંતુઓનો આઉમાં પ્રવેશ થઈ ચેપ લાગશે નહિ.

  • અધુરૂં દોહવું : આ પદ્ધતિમાં વસુકાવવાની શરૂઆતમાં બાવલાંમા જે દૂધ પેદા થતું હોય તે બધું પૂરેપુરુ ન દોહી લેતાં થોડું દૂધ બાવલામાં રહેવા દેવામાં આવે છે. આથી બાવેલામાં આંતરિક દબાણને લીધે દૂધ ઉત્પાદન થવાનું કાર્ય મંદ પડે છે. ત્યારબાદ પશુને શરૂઆતમાં એક દિવસને અંતરે, પછી બે દિવસને અંતરે, એમ દોહતાં દૂધ ઉત્પાદન તદ્દન ઓછું થઈ જાય એટલે દોહવાનું બંધ કરી દેવામાં આવે છે.
  • આંતરે દિવસે દોહવું :વસુકાવવાની આ પદ્ધતિમાં સૌ પ્રથમ દોહનનો સમય બદલાવવામાં આવે છે. ત્યારબાદ એક વખત દોહવામાં આવે છે. પછીથી બે દિવસે એક વખત અને દર ત્રણ દિવસે એક વખત દોહન કરવાથી ધીમે ધીમે દૂધ ઉત્પાદન ઘટે છે. દૂધ ઘટી જતા દોહવાનું બંધ કરી દેવામાં આવે છે.
  • એકાએક દોહન બંધ કરવું: વસુકાવવાની રીતો અંગે થયેલ સંશોધનોને પરિણામે માલૂમ પડયું છે કે, વસુકાવવાની આ રીત સેંથી શ્રેષ્ઠ છે. પશુ રોજનું લગભગ ૧૦લિટર દૂધ આપતું હોય તો પણ એને એકાએક દોહન બંધ કરી દઈને વસુકાવવામાં કોઈ વાંધો આવતો નથી. આ પદ્ધતિમાં ગાય-ભેંસને એકાએક દોહવાનું બંધ કરી દેતાં બાવલામાં દૂધનો ભરાવો થઈ આંતર દબાણ વધે છે. આથી દૂધ ઉત્પાદન થવાની ક્રિયા બંધ પડી જાય છે. નવું દૂધ ઉત્પન્ન નહીં થતાં બાવલામાં ભેગું થયેલું દૂધ ધીરે ધીરે લોહીમાં શોષાઈને પશુ વસુકી જાય છે. આ રીતમાં દૂધ બાવલામાંથી લોહીમાં શોષાતું હોય ત્યારે પશુને દોહવું જોઈએ નહી.

પશુ સંવર્ધન । Keys to increase milk production 2024

સમાન્ય રીતે દુધાળ ગાય-ભેંસ વિયાયા પછી એકાદ માસ બાદ સૌ પ્રથમ ગરમીમાં વિતરે) આવે છે. પણ ગર્ભાશયને મૂળ સ્થિતિમાં આવતા લગભગ બે માસ જેટલો સમય લાગે છે. માટે બે માસ પછી જ્યારે પશુ ગરમીમાં આવે ત્યારે ફેળવવું જોઈએ. નફાકારક દૂધ વ્યવસાય માટે પશુના બે વિયારો વચ્ચેનો ગાળો ૧૨-૧૩ માસનો હોવો જરૂરી છે માટે વિયાણ પછી મોડામાં મોડું ૮૫ દિવસ સુધીમાં પશુ ગાભણ થવું જોઈએ. જો ફેળવેલ પશુ ફરીથી ગરમીમાં ન આવે તો માનવું કે ગર્ભ રહ્યો છે. ગર્ભ રહ્યા પછી ૬૦ થી ૭પ દિવસ સુધીમાં ગાય-ભેંસ ગાભણ છે કે ખાલી છે તેની તપાસ પશુચિકિત્સક અધિકારી પાસે કરાવવી જોઈએ.

ઘણા પશુઓ સુષુપ્ત ગરમીમાં આવે છે જેથી તેના ગરમીમાં આવવાના લક્ષણો જાણી શકાતા નથી. માટે આવા સમયે ‘ટીઝરબુલ’ નિસબંધી કરેલ સાંઢ અથવા પાડો) ટોળામાં રાખવાથી તાપે આવેલ પશુ સહેલાઈથી શોધી શકાય છે. દૂધાળ પશુ તાપે આવે ત્યારે કુત્રિમ બીજદાનથી જ ફેળવવાનો આગ્રહ દરેક પશુપાલકે રાખવો જોઈએ જેથી પેદા થનાર વાછરડી-પાડીઓ દૂધ | ઉત્પાદન વધારો આપશે.

સામાન્ય રીતે દેશી વાછરડી-પાડી ર-ર વર્ષે મુખ્ય ઉંમરે પહોંચીને પ્રથમવાર તાપે આવે છે જ્યારે સંકર વાછરડી ૧૬-૨૦ માસની ઉમંરે તાપે આવે છે, પણ તેનો આધાર પરદેશી ઓલાદના લોહીના ટકા કેટલા છે તેના ઉપર રહે છે. પરદેશી શુદ્ધ ઓલાદની વાછરડી સામાન્ય રીતે ૧૦-૧૪ માસે પ્રથમ વખત તાપે આવે છે.

ઉપરોક્ત તાપે આવવાની બાબત ધ્યાનમાં રાખવા નીચે દર્શાવેલ સમયે વિયાણ થાય તે પ્રમાણે તેમને ફેળવવાં જોઈએ.

  • દેશી વાછરડી પાડીનું ૩-૩ , વર્ષે પ્રથમ વિયાણ
  • પરદેશી વાછરડીનું ૨-૩ વર્ષે પ્રથમ વિયાણા
  • સંકર વાછરડીનું, વર્ષે પ્રથમ વિયાણ જે વાછરડી-પાડી-ગાય-ભેંસ વારંવાર તાપે આવતી હોય અને ઉથલા ખાતી હોય તેને વેચી દેવી તે સલાહ ભરેલું છે.

પાણીની વ્યવસ્થા

દૂધાળ પશુ સપ્ત પરિશ્રમ કરનાર પ્રાણી છે. વળી તેઓ જે દૂધ પેદા કરે છે તેની મારફતે પણ ઘણું પાણી શરીરમાંથી બહાર નીકળી જાય છે. આથી દુધાળ પશુને બિન ઉત્પાદક પશુઓની સરખામણીમાં વધુ પ્રમાણમાં પાણી પીવાની જરૂર પડે છે. પશુને પીવાના પાણીની જરૂરિયાત વાતાવરણનું ઉષ્ણતામાન, ખોરાક દ્વારા મળતાં પાણીનું પ્રમાણ, દૂધ ઉત્પાદનનું પ્રમાણ, પાણીનું ઉષ્ણતામાન અને પાણીની સ્વછતા પર આધાર રાખે છે. સામાન્ય રીતે દૂધાળ પશુ દૈનિક સરેરાશ માથાદીઠ ૩પ૪૦ લિટર પાણી ઉપરાંત વધારામાં દર એક લિટર દૂધ બે થી ત્રણ લિટર પાણી પીએ એવો અંદાજ છે. પ્રયોગ દ્વારા સિદ્ધ થયેલ છે કે દુધાળ પશુને છૂટથી પાણી પીવડાવવાની વ્યવસ્થા ગોઠવવામાં આવે અને મન ફાવે ત્યારે પાણી પીએ તો અવરથ દૂધ ઉત્પાદનમાં વધારો થાય છે. આ શક્ય ન હોય તો અવશ્ય દિવસમાં ઓછામાં ઓછું ચાર વાર તો પાણી પીવડાવવું જોઈએ.

કસરત

દૂધાળ પશુને દરરોજ એકાદ કિલોમીટર ફેરવીને ક્સરત આપવી જોઈએ. જયાં બીડની વ્યવસ્થા છે ત્યાં પશુને ચરાવીને પણ ક્સરત આપી શકાય છે. પશુને પ્રમાણસર ક્સરત આપવાથી દૂધ ઉત્પાદન અને ચરબીના પ્રમાણમાં વધારો થાય છે.

હાથીયો કરવો

દૂધાળ ગાય-ભેંસને શક્ય હોય તો દરરોજ નવડાવીને સાફ રાખવા જોઈએ. આ શક્ય ન હોય તો અઠવાડિયે એક વખત અવરથ નવડાવવાં જોઈએ. આ ઉપરાંત દૂધાળ પશુને દોહન કાર્ય કરતાં પહેલા હાથીયો કરવો જોઈએ જેથી શરીર ઉપર ચોટેલું છારા, માટીના રજકણ, વાળ વગેરે દૂર થઈ જાય. આ પ્રમાણે કરવાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ ઝડપથી થાય છે જેથી દૂધ ઉત્પાદનમાં વધારો થાય છે.

સ્વાસ્થય સંરક્ષણ

દૂધ ઉત્પાદન સાથે સંકળાયેલ તમામ નાના મોટા પશુઓ ચેપી રોગથી મુક્ત હોવા જોઈએ. આ માટે દરેક પશુઓને વર્ષમાં એકવાર ક્ષય, ચેપી ગર્ભપાત અને જીન્સ જેવા રોગો માટે તપાસવા જોઈએ. જો કોઈપણ રોગ માલુમ પડે તો તેવા પશુઓને તુરત જ ટોળામાંથી નિકાલ કરવો. વળી ગળસુંઢો અને ખરવા-મોવાસા જેવા પ્રચલિત રોગો ન આવે તે માટે જે તે રોગ પ્રતિકારક રસી જે તે સમયે અચૂક મુકવી દેવી. એ સંકર ગાયો કે પરદેશી ઓલાદની ગાયો રાખવામાં આવી હોય તો આવા પશુઓને ચોમાસાની શરૂઆતમાં અને ચોમાસુ પુરુ થયા પછી એક વર્ષમાં બે વાર આંતર પરોપજીવીનાશક ઔષધ આપવાં. આ ઉપરાંત આ પશુઓને જુવા, ઈતરડી વગેરે ન લાગે તે જોવું ખાસ જરૂરી છે.

દૂધાળ પશુઓનું નિરીક્ષણ

બધાં જ દૂધાળ પશુને ઝીણવટથી અને નજીકથી દરરોજ બે વાર નિરીક્ષણ કરવું જરૂરી છે. નિરીક્ષણ કરતી વખતે પશુની સામાન્ય તંદુરસ્તી, વજનમાં વધારો-ઘટાડો, તાપે આવ્યું છે કેમ, બિમાર છે કે નબળુ છે, બાહ્યભાગ ઉપર ઈજા થઈ હોય વગેરે બાબતો તપાસવી. આ બાબતો અંગે જે કાંઈ પશુઓ માટે ઘતું કરવાની જરૂર લાગે તો તે પ્રમાણે કરવાની યોગ્ય તે વ્યવસ્થા ગોઠવવી.

ઉપરોક્ત દર્શાવેલ પશુ વ્યવસ્થાને અસર કરતા મુદ્દાઓ વિશે ગંભીરતાથી વિચારીને તેનો અમલ કરવામાં આવે તો દૂધાળ ગાય-ભેંસના દૈનિક દૂધ ઉત્પાદનમાં અવશ્ય વધારો થાય છે તેમાં બેમત નથી. માટે દરેક પશુપાલકે પોતાની નૈતિક ફરજ સમજી તેનો અમલ કરવો જરૂરી છે. આવી વ્યવસ્થાયથી પશુપાલકોની આર્થિંક સ્થિતિ સુધરે છે અને પશુ વ્યવસાયમાં પ્રગતિ સાધી શકાય છે.

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને Keys to increase milk production 2024 સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiAapo.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.