Causes of acidity 2024 : અત્યારે લગભગ તમામ લોકોને એસિડિટીની સમસ્યા ક્યારેક અને ક્યારેક થતી હોય છે. એસિડિટી પાચન તંત્રને લગતી કોમન સમસ્યા છે, અતિશય તીખા, તેલવાળા અને મસાલેદાર ખોરાકને કારણે પેટમાં પિત્ત વધી જવાથી એસિડિટી થાય છે અને આપણને પેટમાં બળતરા અને ખાટા ઓડકાર જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે.
Causes of acidity 2024 : આપણી હોજરીમાં પિત્ત નો ભરાવો વધી જાય ત્યારે તે ખોરાક સાથે ભળી અને આથો ઉત્પન્ન કરે છે, અને તે બહાર નીકળવા માટે પ્રયત્ન કરે છે. તેથી છાતીમાં, ગળામાં, અને પેટમાં બળતરા થાય છે. કોઈ ને શિરશૂળ અને ખાટી અથવા કડવી ઉલટી થાય. મોટેભાગે જમ્યા પછી બે ત્રણ કલાકે, અડધી રાત્રે અથવા નરણા કોઠે સવારે આવી તકલીફ વધે છે. આવું થાય ત્યારે એકાદ-બે ઉપવાસ કરવા જોઈએ. ત્યારબાદ છ-સાત દિવસ સુધી દૂધ-પૌંઆ, ખીર, રોટલી અને દૂધ જ લેવાં જોઈએ. આવાજ અન્ય ઉપાયો Causes of acidity 2024 માટે છે
Causes of acidity 2024 : આપણા પેટમાં હાઈડ્રોક્લોરિક એસીડ પેપ્સિન હોય છે, જે હોજરીમાં ખોરાકને પચવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. હાઇડ્રોક્લોરિક એસિડ ખોરાક ને નાના નાના ટુકડાઓમાં વિભાજિત કરે છે અને બહાર ના બેક્ટેરિયા દ્વારા થતા રોગોને અટકાવે છે. આપણા પેટ ની અસ્તર આવા એસિડને અનુકૂળ થાય છે, તેથી તે આપણા પેટને નુકસાન કરતું નથી. પરંતુ જો એસિડિટી અવાર નવાર થાય છે, તો તે ગેસ્ટ્રો એસોફેજલ રોગ (GERD-Gastro Oesophageal Disease) માં પણ પરિણમી શકે છે.
ભૂખ્યા પેટે ક્યારે પણ એસિડિટી થતી નથી. અતિશય તૈલી, તીખા, ખારા, ખાટા, કડવા જેવા રસવાળા ખોરાક નો વધારે પડતો કે સતત ઉપયોગ કરવાથી એસિડીટી થાય છે. અહી તમને Causes of acidity 2024 માટે થોડા ઉપચાર બતાવીએ છે.
કેટલીકવાર એસિડિટીની સમસ્યા દરેક ને અયોગ્ય ખોરાકના કારણે થઈ શકે છે, પરંતુ કેટલાક લોકોમાં આ સમસ્યા વધુ પ્રમાણમા થવા લાગે છે, જેને ક્યારેય પણ અવગણવી જોઈએ નહીં, જો સમસ્યા વધુ હોય તો ગંભીર સ્વરૂપ પણ લઈ શકે છે. એટલા માટે સૌથી પહેલા આપણે એસિડિટી માટે ઘરેલુ ઉપચાર અજમાવવા શરૂ કરી દેવા જોઈએ.
એસિડિટી શું છે?
પિત્ત દોષ મોટેભાગે એસિડ પિત્તમાં એસિડિટી વધારે હોય છે, જેના લીધે દર્દીને છાતીમાં બળતરા થાય અને ખાટા ઓડકાર આવે છે. આયુર્વેદિક સારવાર પણ યોગ્ય ખોરાક અને નિયમિત જીવન શૈલીની સૂચના આપે છે, તેથી તે પિત્ત ઘટાડવાના આહારનું સેવન કરવા માટે સૂચનાઓ પણ આપે છે, જો સારવાર કરતી વખતે દર્શાવેલ ખોરાકનું પાલન કરવામાં ન આવે તો, તો રોગ મટે નહીં. આથી આયુર્વેદિક સારવારમાં ખાવા-પીવા પર પણ વિશેષ ધ્યાન આપવું જોઈએ.
આ પણ વાંચો:
એસિડિટી થવાનું કારણ
એસિડિટી થવાના ઘણા બધા કારણો છે, જેમાં મુખ્યત્વે નીચે મુજબ કારણો છે-
- વધુ પ્રમાણમા મસાલાવાળો અને તેલયુક્ત ખોરાક ખાવો.
- અગાઉ ખાધેલા ખોરાકનું પાચન થયા વિના ફરીથી ખોરાક ખાવો.
- એસિડિક પદાર્થોનું વધુ પરંનમાં સેવન કરવું.
- અપૂરતી ઊંઘ ના કારણે પણ હાઈપર-એસીડીટી થઈ શકે છે.
- વધુ સમય સુધી ભોજન ના કરવું.
- પેઇનકિલર જેવી દવાઓ નો વધુ પડતો ઉપયોગ.
- ગર્ભવતી સ્ત્રીઓમાં એસિડ રિફ્લક્સ પણ થાય છે.
- વધુ પડતા નમક એટલેકે મીઠું નું સેવન કરવું.
- આલ્કોહોલ અને નાશાકારક દ્રવ્યોનો વધુ પડતો વપરાશ.
- વધુ પડતું ભોજન કરવું અને જમ્યા બાદ તરત ઊંઘી જવું.
- વધુ પડતું ધૂમ્રપાન કરવું.
- કેટલીક વાર વધુ પડતા તણાવ / સ્ટ્રેસને કારણે ખોરાકનું સરખું પાચન થતું નથી અને એસિડિટી થાય છે.
- અત્યારના સમયમાં ખેડૂતો પાક ઉગાડવા માટે ઘણા પ્રકારના કિટનાશકો અને ખાતરનો ઉપયોગ કરે છે, તેના કારણે આ બધા ઝેરી રાસાયણિક ખોરાક ભોજન દ્વારા શરીરમાં પહોંચે છે અને પેટને લગતા રોગો થાય છે.
એસિડિટી ના લક્ષણો
Causes of acidity 2024નું પહેલું લક્ષણ પેટમાં ગેસ ઉત્પન્ન કરવાનું છે, તો પણ તેના સિવાય પણ નીચે મુજબ એસિડિટી ના લક્ષણો સામાન્ય રીતે જોવા મળે છે.
- છાતીમાં બળતરા થવી જે ભોજન કર્યા બાદ થોડા કલાકો સુધી ચાલુ રહે છે.
- ખાટા ખાટા ઓડકાર આવવા ક્યારેકતો ઓડકાર ગળા સુધી આવે છે.
- વધુ પડતો ઓડકાર આવવો અને સ્વાદ કડવો લાગવો.
- પેટમાં ખેંચાણ થવું.
- ઉલ્ટી અને ઉબકા આવવા.
- ગળા માં ઘરઘરાટી થવી.
- આપણે શ્વાસ લેતા સમયે દુર્ગંધ આવવી.
- માથાનો દુખાવો થાય અને પેટમાં દુખાવો થાય.
- શરીરમાં બેચેની રહે અને હેડકી આવે.
એસીડીટી મટાડવા ના ઉપાય
સામાન્ય રીતે અનિયમિત આહાર વિહાર અને અનિયમિત જીવનશૈલીના લીધે એસિડિટી જેવી સમસ્યા થાય છે. તેના માટે તમારી દીનચર્યા અને ખોરાક માં થોડો ચેંજ લાવીને એસિડિટી ની સમસ્યાને અમુક અંશ સુધી કંટ્રોલ કરી શકો છો.
- ટામેટા ભલે ખાટા હોઈ પરંતુ તે આપના શરીરમાં આલ્કલીનું પ્રમાણ વધારે છે અને નિયમિત રીતે તેનું સેવન કરવાથી એસિડિટી થતી નથી.
- દરરોજ જમ્યા પછી એક કપ પાઈનેપલ જ્યુસ પીવું જોઈએ.
- બને ત્યાં સુધી તૈલી અને મરચા-મસાલેદાર ખોરાકથી દૂર રહો, અને સાદો અને ઓછો મસાલેદાર ખોરાક જ લેવો.
- દરરોજ જમ્યા પછી તરત સૂવું નહીં. સૂવાના લગભગ બે કલાક પહેલાં ભોજન લો.
- જમ્યા પછી ચાલવા જવાની આદત રાખો.
- સવારે ઉઠતાવેત નિયમિત રીતે 2-3 ગ્લાસ ઠંડુ પાણી પીવાની આદત પાડો અને ત્યારબાદ લગભગ એક કલાક સુધી કંઈપણ ન ખાવું જોઈએ.
- બહારના જંક ફૂડ અને પ્રિઝર્વેટિવ્સ ધરાવતા ખોરાક બિલકુલ ન ખાવા જોઈએ.
- બને ત્યાં સુધી ચા અને કોફીનો ઉપયોગ ઓછો કરવો.
- એક જ સમયે એકી સાથે વધુ ખોરાક ખાવાને બદલે 2 થી 3 વખત ઓછી માત્રા માં ખાઓ.
- ફળો માં દાડમ અને આમળા સિવાય બીજા ખટાશ વાળા ફળોનો ઉપયોગ ટાળવો જોઈએ.
- સવારે નાસ્તા માં પપૈયા નું સેવન કરવું.
- નિયમિત રીતે યોગ – પ્રાણાયામ કરો.
એસિડિટી માટેના આયુર્વેદ ઉપચાર
દવાખાનાની મુલાકાત લેતા પહેલા Causes of acidity 2024 માટે ઘરેલુ ઉપચાર કરવા જોઈએ અહી તમને કેટલાક એસિડિટી માટે ઘરેલુ ઉપચારો આપેલા છે જે તમને એસિડિટી મટાડવામાં ઉપયોગી થશે.
- ઠંડા દૂધમાં એક સાકર મિક્ષ કરીને પીવાથી એસિડિટી માં રાહત મળે છે.
- અજમા ને એક ચમચી જીરું ગરમ પાણીમાં ઉકાળો અને ઠંડુ થયા પછી ખાંડ મિક્સ કરો ત્યારબાદ તેને પી લેવાથી રાહત મળે છે.
- ભોજન કર્યા પછી વરિયાળી ચાવવાથી પણ એસિડિટીમાં રાહત મળે છે.
- તજ એ કુદરતી એન્ટિ-એસિડ તરીકે કામ આપે છે અને આપની પાચન શક્તિ વધારી ને એસિડ વધવાની વધારાની ક્રિયાને અટકાવે છે.
- ભોજન કર્યા પછી અથવાતો દિવસ દરમ્યાન ક્યારેય પણ ગોળનું સેવન કરવું જોઈએ. ગોળ આપની પાચન શક્તિને સુધારે છે, ગોળ પાચનતંત્ર ને વધુ પ્રમાણમા આલ્કલાઇન બનાવે છે અને આપના પેટની એસિડિટી ઘટાડવામાં મદદરૂપ થાય છે.
- રોજ એક કેળું ખાવાથી એસિડિટીની સમસ્યામાં રાહત મળે છે.
- નારિયળ પાણીનું સેવન કરવાથી એસિડિટી માં રાહત રહે છે.
- તુલસીના પાન અને ખાંડ વાળું પાણી ઉકાળીને ઠડું થયા પછી પી લેવાથી પણ રાહત રહે છે.
- ગુલકંદ એ ખૂબ ઠંડુ હોય છે તેથી ગુલકંદ નું સેવન કરવું જોઈએ. ગુલકંદ હાઈપર એસિડિટી માટે ખૂબ જ ફાયદાકારક છે.
- આમળા, વરિયાળી, અને ગુલાબના ફૂલનો પાઉડર બનાવી અને પછી અડધી ચમચી દરરોજ દિવસમાં બે વખત લેવાથી એસિડિટી માં રાહત મળે છે.
- સૂકા આદું અને જાયફળને મિક્સ કરી ને પાઉડર બનાવીને એક ચપટી જેટલું ખાવાથી એસિડિટી મટે છે.
- ગિલોય ના મૂલીયા ના પાંચથી સાત જેટલા ટુકડા પાણીમાં ઉકાળી અને તેને હૂંફાળું પીવું જોઈએ.
- જો તમને એસિડિટી અવાર નવાર થતી હોય તો પછી તમારે તાત્કાલિક તમારા ફૅમિલી ડૉક્ટર પાસે જવું જોઈએ.
મહત્વપૂર્ણ લીંક
હોમેપેજ | અહીં કલીક કરો |
Causes of acidity 2024 । FAQ’s
એસિડિટી શું છે?
આપની હોજરીમાં જ્યારે પિત્તનો ભરાવો થાય ત્યારે તે આપના આહાર સાથે ભળી અને આથો ઉત્પન્ન કરી અને તે બહાર નીકળવા પ્રયત્ન કરે છે. ખાટા ઓડકાર આવે અને છાતીમાં બળતરા થાય.
એસિડિટી કેવી રીતે અટકાવવી?
ખોરાક લેવમાં કાળજી રાખવામા આવે અને નિયમિત દિનચર્યા રાખવાથી એસિડિટી માં રાહત મળે છે તે ઉપરાંત ઉપર આયુર્વેદિક ઉપાયો દર્શાવેલ છે.
શું છાશ એસિડિટી માટે સારી છે?
કાળા મરી અને ધાણા સાથે એક ગ્લાસ છાશ એ એસિડિટીના લક્ષણોને તરત જ હળવા કરવામાં મદદ કરે છે. છાશમાં રહેલું લેક્ટિક એસિડ પેટમાં એસિડિટીથી રાહત આપે છે.
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Hello Readers, MahitiAapo.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.